હાલોલ, હાલોલ ઓડ ફળીયામાં કેટલાક ઈસમો જાહેરમાં જુગાર રમતા હોય તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી ચાર જુગારીયાને 21,680/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાંં આવ્યા.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ ઓડ ફળીયામાંં કેટલાક ઈસમો પાના પત્તાની હારજીતનો જુગાર રમી રહ્યા હોય તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન પરેશ મહેશભાઈ પરમાર, દિલીપ નટુભાઈ પરમાર, જગદીશ રાણમલ મહેશ્ર્વરી, પ્રકાશ ચંદુભાઈ વણકરને ઝડપી પાડયા હતા. ઝડપાયેલ ઈસમોની અંગઝડતી અને દાવ ઉપર મુકેલ 21,680/-રૂપીયાનો મુદ્દામાલ જપ્ત કરી આ બાબતે હાલોલ પોલીસ મથકે જુગાર ધારા હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે.