હાલોલની સરદાર સોસાયટીમાં પત્નિએ આપધાત માટે કુવામાં પડતા બચાવવા ગયેલ પતિનુ પણ મોત

હાલોલ,હાલોલમાં એક મકાનમાં રહેતા દંપતિ વચ્ચે ગૃહ કંકાસ થતાં પરિણિતાને લાગી આવતા કુવામાં ઝંપલાવી દીધુ હતુ. પત્નિને બચાવવા માટે પતિ પોતે કુવામાં પડતા પતિ-પત્નિ બંનેનુ મોત નીપજયું હતુ. પોલીસે અકસ્માત મોત અન્વયે ગુનો નોંધી મૃતક દંપતિને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ.અર્થે ખસેડ્યા હતા.

હાલોલ નગર બસ સ્ટેન્ડ પાસે આવેલી સરદાર સોસાયટીમાં છેલ્લા 6 માસ જેટલા સમયગાળાથી ભાડાના મકાનમાં રહી હાલોલ જીઆઈડીસી ખાતે મજુરીનુ કામ કરતા હર્ષદભાઈ ગોસલાભાઈ રાઠવા(ઉ.વ.25, મુળ રહે.છોટાઉદેપુર)અને તેની પત્નિ પ્રિયંકા હર્ષદભાઈ રાઠવા(ઉ.વ.23)તથા તેમના 3 વર્ષની દિકરી અને 9 માસના દિકરા સાથે રહેતા હતા. આ બંને પતિ-પત્નિ વચ્ચે ગૃહકંકાસ થતાં જે ગૃહકલેશે મોટુ સ્વરૂપ ધારણ કરતા પત્નિ પ્રિયંકાને લાગી આવતા સોસાયટીમાં આવેલ કુવા પાસે દોઈ જઈ પોતાના પતિને દેખતા કુવામાં પડી હતી. પોતાની પત્નિને કુવામાં કુદી દેખતા પતિ હર્ષદે પણ તેને બચાવવા માટે કુવામાં કુદી પડ્યો હતો. પરંતુ દુર્ભાગ્ય વશ પતિ તેમજ પત્નિ કુવાના પાણીમાં ડુબી જતા મોતને ભેટ્યા હતા. પતિ-પત્નિની બુમાબુમ તેમજ કુવામાં કશુ પડ્યુ હોવાના અવાજને લઈ આસપાસના લોકો બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને ધટના અંગેની જાણ હાલોલ શહેર પોલીસ તેમજ હાલોલની ફાયર ફાયટરની ટીમને જાણ કરતા ધટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાયટરના જવાનો દોરડાં બાંધી કુવામાં ઉતરી રેસ્કયુ કરી કુવાના પાણીમાંથી પતિ-પત્નિના મૃતદેહને બહાર કાઢ્યા હતા. બનનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે બંનેના મૃતદેહોને પી.એમ. અર્થે મોકલી આપ્યા હતા. બ