હાલોલની જુની કોર્ટ સામેની સોસાયટીમાં ડેવલોપમેન્ટ કરારના ભાગીદારે ભાગીદારો સાથે વેચાણ દસ્તાવેજ કરી ખોટુ સોગંદનામુ તૈયાર કરતા ફરિયાદ

હાલોલ, હાલોલની જુની કોર્ટ સામે આવેલી શિવાશિષ પાર્ક સોસાયટીમાં ડેવલપમેન્ટ કરારના ભાગીદારોએ કરેલા કરારમાં તેઓને વેચાણ દસ્તાવેજ કરવાની કોઈ અધિકાર આપ્યો ન હોવા છતાં ખોટુ સોગંદનામુ તૈયાર કર્યુ હતુ. તેને સાચા તરીકે કિંમતી દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી હાલોલ સબ રજીસ્ટ્રાર કચેરીમાં 17 પ્લોટનુ વેચાણ દસ્તાવેજ કરતા સરકારી કર્મચારી સામે ખોટી માહિતી પુરી પાડી દસ્તાવેજો કરી આપી ભાગીદાર સાથે ઠગાઈ કરી હોવા અંગે હાલોલના બે ભાગીદારો સામે હાલોલ સબ રજીસ્ટાર એ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.

હાલોલ નગરના સ્ટેશન રોડ પર આવેલી જુની કોર્ટ સામે શિવાશિષ પાર્ક સોસાયટીમાં મેસર્સ લક્ષ્મી ઈન્ડ્રસ્ટિઝના પ્રોપરાઈટર લક્ષ્મી કોટન ટ્રેડર્સ પ્રા.લિ.તરફે તેના અધિકૃત ડાયરેકટર ઉપેન્દ્ર ટી કાપડીયા (રહે.અલીપુરા, જિ.છોટાઉદેપુર))દ્વારા સાહેદ અનીશ રજનીકાંત શાહના સાથે ડેવલપમેન્ટ કરાર કર્યો હતો. જે કરારના આધારે અનીશ શાહ એ હાલોલના સુભાષભાઈ રમણભાઈ પરમાર તથા કમલેશભાઈ શંકરભાઈ પટેલ સાથે ભાગીદારી કરાર કર્યો હતો. પરંતુ વેચાણ દસ્તાવેજ તથા ડેવલપમેન્ટ કરાર કરવાના કોઈ અધિકારો આપ્યા ન હતા. તેમ થયેલ ફરિયાદમાં નોંધાવેલ છે. વેચાણ દસ્તાવેજ તથા ડેવલપમેન્ટ કરાર કરવાનો કોઈ અધિકાર ન હોવા છતાં સુભાષભાઈ પરમાર અને કમલેશભાઈ પટેલે 6 માસ દરમિયાન સબ રજીસ્ટર કચેરીમાં ખોટુ અને બનાવટી સોગંદનામુ તૈયાર કરી તેને સાચા અને કિંમતી દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી હાલોલ સબ રજીસ્ટર કચેરીમાં રજુ કરી તે સોગંદનામાંના આધારે 17 પ્લોટોના વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યા હતા. તે સરકારી કર્મચારી (સબ રજીસ્ટર)હાલોલ સમક્ષ ખોટી માહિતી પુરી પાડી દસ્તાવેજો કરી આપી સાહેદે અનીશને મળેલ ડેવલપમેન્ટ હકક મર્યાદિત નષ્ટ કરી સાહેદને ખોટા અને બનાવટી દસ્તાવેજો રજુ કરી ઠગાઈ કરી એકબીજાને મદદગારી કરી ગુનો કરતા હાલોલ સબ રજીસ્ટારે બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે થયેલી ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.