હાલોલ નવજીવન હોટલ સામે તુલસીવીલા લાઈફ સીટીના બાંધકામ સાઈડ ઉપર ખોદવામાં આવેલ પાણી ભરેલ ખાડામાં પડતાં બાળકનું મોત

હાલોલ,હાલોલ-ગોધરા રોડ ઉપર નવજીવન હોટલ સામે નિર્માણ સાઈડ તુલસીવીલા લાઈફ સીટીમાં ક્ધટ્રકશન સાઈડ ઉપર ખોદવામાં આવેલ ખાડામાં પાણી ભરેલ હતું. તે ખાડામાં શ્રમજીવી પરિવારનું બાળક પાણીમાં પડી જતાં ડુબી જવાથી મોત નિપજાવા પામ્યું.

વિસ્તૃત વિગતો મુજબ હાલોલ-ગોધરા રોડ ઉપર નવજીવન હોટલની સામે તુલસીવીલા લાઈફ સીટીનું બાંધકામ ચાલી રહ્યુ છે. આ બાંધકામ સાઈડ ઉપર બિલ્ડર દ્વારા બાંધવામાં આવેલ ખાડામાં પાણી ભરેલ હતું. ત્યારે બાંધકામ સાઈ9 ઉપર મજુરી માટે એક દિવસ પહેલા શ્રમજીવી પરિવાર આવ્યું હતું. શ્રમજીવી પરિવારનો બાદલ નામનો બાળક પાણી ભરેલ ખાડામાંં પડયું હતું. બાળક પાણીમાં પડવાની જાણ અન્ય બાળકો ખાડામાં પડેલ બાળકની માતાને જાણ કરતા દોડી આવીને ખાડામાં કુદી હતી. પોતાના બાળકને બચાવવા ખાડામાં કુદેલ માતાને અન્ય મહિલાએ બહાર કાઢી હતી. પાણી ભરેલ ખાડામાં પડેલ બાળક પાણી પી જતાં બાંધકામ સાઈડના બિલ્ડર બાળકને સારવાર માટે લઈ ગયા હતા. પરંતુ ખાડામાં પાણમાં પડવાથી પાણી પી જતાં બાળકનું મોત નિપજાવા પામ્યું. આ બાબતે હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા આવી છે.