હાલોલ નવી નગરી કોતરમાં જુગાર રમતા 7 જુગારીયાઓને પોલીસે ઝડપ્યા

હાલોલ ટીમ્બી ત્રણ રસ્તા નવી નગરી કોતરમાં કેટલાક ઈસમો જુગાર રમતા હોય તાલુકા પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન 7 જુગારીયાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. અને 10,770/-રૂપિયાના મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર હાલોલના ટીમ્બી ત્રણ રસ્તા નવી નગરી કોતરમાં કેટલાક ઈસમો પાના-પત્તાનો જુગાર રમે છે તેવી બાતમીના આધારે હાલોલ રૂરલ પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન અરવિંદ તેરસિંગભાઈ રાઠવા, અનીલ ઉર્ફે વનરાજભાઈ નાયક, હાર્દિક રાઠવા, નીલેશ વજેસિંહ રાઠવા, સુનીલ તખતભાઈ રાઠવા, અશોક ઉર્ફે ગરો રાઠવા, મુકેશ કાળુભાઈ રાઠવાને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલ જુગારીયાઓની અંગઝડતી દરમિયાન અને દાવ ઉપર મુકેલ રૂ.10,770/-કબ્જે લઈ આ બાબતે હાલોલ રૂરલ પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.