હાલોલ નવી ભાટ ગામે બોલેરો ગાડીમાંથી 47 હજારનો ઈંગ્લીશ દારૂ ઝડપાયો

હાલોલ, હાલોલ તાલુકાના નવી ભાટ ગામે રોડ ઉપર પાવાગઢ પોલીસ બાતમીના આધારે વોચમાં હોય દરમિયાન બોલેરો ગાડી રોકી હતી અને ચેકિંગ દરમિયાન ઈંગ્લીશ દારૂ અને બિયર ટીન મળી કિ.રૂ.47,280/-તેમજ ગાડી મળી કુલ રૂ.5,47,280/-નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. ચાલક સ્થળ પરથી નાસી જતાં આ અંગેની ફરિયાદ નોંધાવવા પામી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર હાલોલ તાલુકાના નવી ભાટ ગામે રોડ ઉપર પાવાગઢ પોલીસ બાતમીના આધારે વોચમાં હતી દરમિયાન બોલેરો ગાડી નં.જીજે-17-એએચ-4878ને ઝડપી પાડી હતી. ઝડપાયેલ ગાડીમાંથી પ્લાસ્ટિક કવાટરીયા પેટી નંગ-6 કિ.રૂ.33,120/-કાચના કવાટરિયા પેટી નંગ-1 કિ.રૂ.6960/-બિયર ટીન પેટી નંગ-3 કિ.રૂ.7,100/-મળી કુલ રૂ.47,280/-અને બોલેરો ગાડી મળી કુલ કિ.રૂ.5,47,280/-નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. ચાલક સ્થળ ઉ5ર મળી નહિ આવતા ફરાર થઈ જતાં આ બાબતે પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.