હાલોલ નગર પાલિકાના મહિલા ચીફ ઓફિસર પોતાની ચેમ્બરમાં કામ કરતા હોય દરમિયાન વોર્ડ નંબર-1ના સભ્ય રજુઆત માટે આવ્યા હતા. અગત્યના કામમાં રોકાયેલ ચીફ ઓફિસર પછી આવો તેમ કહેતા પૂર્વ પાલિકા સભ્ય ઉશ્કેરાઈ ગયા હતા અને મહિલા ચીફ ઓફિસર સાથે ઝપાઝપી કરતાંં ચીફ ઓફિસરના હાથની આંગળીમાં ઈજાઓ પહોંચતા રેફકલમાં દવા સારવાર કરાવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પહોંચ્યા હતા. પોલીસ મથકે બન્નેએ એકબીજા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વિસ્તૃત વિગતો મુજબ હાલોલ પાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર પોતાની ચેમ્બરાં બેસીને સ્વાગત કાર્યક્રમના પ્રશ્ર્નો ફાઈલો તૈયાર કરતા હોય ત્યારે હાલોલ વોર્ડ નંબર-1ના પૂર્વ સભ્ય દેવકરણ ગઢવી ચીફ ઓફિસરના ચેમ્બરમાં ધસી આવ્યા હતા અને પૂર્વ સભ્ય રજુઆતો માટે વાત કરવા જતાં ચીફ ઓફિસર એ અગત્યનું કામ ચાલું છે પછીથી રજુઆત માટે આવો તેમ કહેતા દેવકરણ ગઢવી ઉશ્કેરાઈ ગયા હતા. જેને લઈ ચીફ ઓફિસર હિરલબેન ઠાકર ઉભા થઈને ચેમ્બર બહાર જવા તો નિકળતા ત્યારે દેવકરણ ગઢવીએ મહિલા ચીફ ઓફિસર સાથે ઝપાઝપી કરી હતી.
ઝપાઝપીમાં સી.ઓ. હિરલબેન ઠાકરને ડાબા હાથની આંગળીમાં ઇજાઓ થતાં હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર ગયા અને સારવાર કરાવી હાલોલ પોલીસ મથકે ફરિયાદ માટે પહોંંચ્યા હતા અને પૂર્વ સભ્ય વિરૂદ્ધ ઝપાઝપી કરી ઈજાઓ પહોંચાડવાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામાપક્ષે પૂર્વ સભ્ય દેવકરણ ગઢવીએ અમારા વોર્ડ નંબર-1માં ડોર ટુ ડોર કચરા માટે ટ્રેકટર અનિયમિત આવતું હોય અને પાણી ન આવતું હોય તેની રજુઆત કરવા ફોન કરતાં ફોન રીસીવ કરતા ન હોય ઓફિસમાં આજે રજુઆત માટે પહોંચ્યો હતો. ચીફ ઓફિસર મને બહાર નિકળવાનુંં કહેતા જો મારી રજુઆત સાંભળી લો મારી રજુઆત નહિ સાંભળી ચીફ ઓફિસરે ઉભા થઈને મારી ફેટ પકડી ચેમ્બર માંંથી બહાર કાઢી મૂકયો હતો. સરકારી કર્મચારી તરીકે નગરજનો સાથે ઉદ્દતાઈ ભર્યું વર્તન કરતા હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી છે.