હાલોલ નગરમાં રખડતા શ્ર્વાનોએ 5 વર્ષીય બાળક ઉપર હુમલો કરી બચકાં ભરતાં સારવાર માટે વડોદરા ખસેડાયો

હાલોલ,હાલોલ નગરમાં રખડતા શ્ર્વાનોએ એક બાળક ઉપર જીવલેણ હુમલો કરી બચકા ભરી લેતા બાળક ને સારવાર માટે વડોદરા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 24 કલાકની સારવાર પછી પણ બાળકની વધુ સારવાર ચાલી રહી છે. હાલોલના એક મકાનમાં રહેતા પરિવારના છ વર્ષના બાળક પર પાંચ શ્ર્વાનોએ હુમલો કર્યો હતો. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા બાળકને સારવાર માટે વડોદરા લઇ જવાયો હતો. હાલોલ નગરમાં દિવસેને દિવસે રખડતા શ્ર્વાનનો આતંક વધી રહ્યો છે. ત્યારે ગતરોજ આવા જ કેટલાક શ્ર્વાનોએ એક બાળકને બચકાં ભરી લેતા બાળક ઘવાયો હતો. હાલોલમાં રહેતા એક પરિવારના છ વર્ષના પુત્રને કેટલાક શ્ર્વાનોએ બચકાં ભરી લેતા તેને સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બાળકના પિતા કામ અર્થે નોકરી પર હોવાથી તેઓ ઘરે ન હતા અને બાળક ઘરે રમી રહ્યો હતો. ત્યારે ગત સાંજે ચારેક કલાકે દાદા આવ્યા હોવાનું લાગતા તે દોડીને દાદાને મળવા ગયો હતો.

બાળકના પિતા કામ અર્થે બહાર હતા. જેથી તેમની માતાની તબિયત ઠીક ન હોવાથી તેઓના પિતા દવાખાને વડોદરા ગયા હતા. સાંજે તેઓ પરત આવ્યા હોવાનું બાળકને લાગતા તે દોડીને દાદા આવ્યાની બૂમ મારી બહાર દોડ્યો હતો, પરંતુ દાદા આવ્યા ન હતા એટલે તે પરત ફરી રહ્યો હતો. ત્યારે ઘર બહાર પાંચેક શ્ર્વાનોએ યુવરાજ ઉપર હુમલો કરી દેતા તે ગંભીર રીતે ઘવાયો હતો. બાળકને ગુપ્તાંગના ભાગે અને ડાબા પગમાં બચકાં ભરી લેતા તેને સારવાર માટે વડોદરા ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં 24 કલાક સારવાર પછી યુવરાજ સ્વસ્થ છે, પરંતુ ગુપ્તાંગના ભાગે ઇજાઓ થતા ડોક્ટરોએ હજી સોનિગ્રાફી અને અન્ય રિપોર્ટ કરાવી સારવાર કરી રહ્યા હોવાની વિગતો બાળકના પિતાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવી છે.