હાલોલના અવંતી નગરમાં રહેતા અને હાલોલ જીઆઈડીસીમાં પ્લાસ્ટિક કંપની ચલાવતા ઈસમના ધરે આવી જોર જોરથી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપવા બાબતે હાલોલ ટાઉન પોલીસ મથકે ફરિયાદીએ એક મહિલા સહિત ત્રણ ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી.
હાલોલના કંજરી રોડ પર અવંતી નગરમાં રહેતા સચીન કૃષ્ણકાંત શાહએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, તા.4 ઓગસ્ટના રોજ સાંજે 8 વાગ્યે વડોદરા જવા નીકળ્યા હતા ત્યારે ધરેથી તેમની માતાનો ફોન આવ્યો હતો. અને જણાવ્યુ હતુ કે, બહાર ત્રણ ઈસમો છે. જેમાં એક મહિલા છે તેઓ ગાળા ગાળી કરી બોલે છે કે તમારા દિકરા સચીનને જાનથી મારી નાંખીશુ તેવુ જોર જોરથી ગાળો બોલી ધમકી આપતા હતા.
જેથી તેઓ રસ્તામાંથી પરત ધરે આવી ગયા હતા. માતા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે,સચીનને પતાવી દેવાનો છે તો તેમને જણાવ્યુ કે, સચીન ધરે હાજર નથી તેમ કહેતા જોર જોરથી બુમો પાડી ગાળો બોલતા આજુબાજુના લોકો આવી જતાં તે લોકો જતા રહ્યા હતા. ફરિયાદી સચીનને અડોશ પાડોશમાં રહેતા લોકો સાથે વાતચીત કરતા જાણવા મળ્યુ હતુ કે, કિશોર થોરી ચેતન થોરી, અને એક મહિલા જે કિશોર થોરીની પત્નિ હોવાનુ જણાવતા હતા.
સચીને હાલમાં એક જમીન એક ઈસમ પાસેથી ખરીદી કરી છે. તે બાબતે તેને મનદુ:ખ થયેલુ હોય આ કિશોર થોરી, ચેતન થોરી, અને તેની પત્નિ મારા ધરે આવી મારી માતા ધરે એકલી હતી તે દરમિયાન ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદીએ હાલોલ પોલીસ મથકે એક મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.