હાલોલ,હાલોલના વિરોજ ગામે કેનાલના ઢાળ પાસે રીક્ષા ચાલકે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા રીક્ષા પલ્ટી જતાં અંદર બેઠેલ 40 વર્ષીય વ્યકિતને ગંભીર ઈજાઓ થતાં મોત નિપજાવા પામ્યું.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના વિરોજ ગામે કેનાલના ઢાળ ઉપર ચડતા રીક્ષા નં.જીજે.06.એડબલ્યુ.6661ના ચાલકે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવી દીધો હતો. જેને લઈ રીક્ષા પલ્ટી જતાં રીક્ષામાં સવાર વિજયભાઈ કાંતીભાઈ પરમાર ઉ.વ.40ને પેટના ભાગે ગંભીર ઈજાઓ થતાં મોત નિપજાવા પામ્યું. આ બાબતે હાલોલ રૂલર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.