હાલોલ, હાલોલ તાલુકાના વાઝીયાઆંબા ગામે પાવાગઢ બાયપાસ રોડ ઉપરથી પસાર થતા બાઈક ચાલકે પોતાની બાઈક પુરઝડપે હંકારી લાવી રોડ ઉપર ચાલતા જતાં વ્યકિતને અકસ્માત સર્જી માથાના ભાગે ઈજાઓ તેમજ પગે ફેકચર કરી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના વાઝીયાઆંબા ગામ પાવાગઢ બાયપાસ રોડ ઉપર થી પસાર થતી બાઈક નં.જીજે.17.એપી.1842ના ચાલક અનિલભાઇ રાઠવાએ પોતાની બાઈક પુરઝડપે હંકારી લાવ્યા હતા અને રોડ ઉપરથી ચાલતા જતા રાહદારી સુનિલભાઇ માધુભાઇ રાઠવાને અથડાવી અકસ્માત કર્યો હતો. જેને લઈ સુનિલભાઇને માથાના ભાગે તેમજ પગના ભાગે ફેકચર કરી ગુનો કર્યાની ફરિયાદ પાવાગઢ પોલીસ મથકે નોંધાવા પામી છે.