હાલોલ તાલુકાના વાસેતી ગામે ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનનો વાયર તુટીને પડેલ હોય જીવંત વીજ વાયરને લઈ ભેંસને કરંટ લાગતા મોત નીપજયું હતુ. આ બાબતે હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલોલ તાલુકાના વાસેતી ગામે રહેતા રાજેશ કુમાર મહેશભાઈ પરમારના ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનના જીવંત વીજ વાયર તુટીને ખેતરની વચ્ચે પડેલ હોય ત્યારે ભેંસ આવી ચરતી હોય જેને કરંટ લાગતા કિ.રૂ.60,000/-નુ નુકસાન થવા પામ્યુ હતુ. જયારે કરંટ લાગવાના કારણે ભેંસનુ મોત થતાં આ બાબતે હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.