હાલોલ તાલુકાના વડા તળાવ ગામે જલસા ફાર્મની પાસે વળાંકમાં બાઈક ચાલકે પોતાનુ વાહન પુરઝડપે હંકારી રોડ ઉપર સ્લિપ ખવડાવી ખાડામાં પડી જતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ધટના સ્થળે મોત નીપજયું હતુ. જયારે પાછળ બેઠેલ મહિલાને નાની મોટી ઈજાઓ પહોંચતા આ બાબતે ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલોલ તાલુકાના વડા તળાવ ગામે જલસા ફાર્મની વળાંકમાં બાઈક નં.જીજે-17-સીએફ-8211ના ચાલક ચામડીયા ઉર્ફે શામળભાઈ ચંદુભાઈ નાયક(રહે.સુરા નવી નગરી, હાલોલ)પોતાનુ બાઈક પુરઝડપે હંકારી લાવી વળાંકમાં બાઈકને સ્લિપ ખવડાવી ખાડામાં પડી જતાં ચાલક ચામડીયાભાઈ નાયકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ધટના સ્થળે મોત નીપજયું હતુ. જયારે બાઈક પાછળ બેઠેલ મંજુલાબેન ચામડીયાભાઈ ઉર્ફે શામળભાઈ નાયક(ઉ.વ.38)ને મોઢાના ભાગે તેમજ હાથના ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.