હાલોલ,હાલોલ તાલુકાના તરખંડા ગામે રાષ્ટ્રિય પક્ષી ગણાતા મોર ઈજાગ્રસ્ત હાલતમાં તેને પ્રાથમિક સારવાર થાય તે કરી વનવિભાગને સોંપ્યો હતો. વનવિભાગના કર્મચારીઓએ ધોબી કુવા ખાતે આવેલ રેસ્કયુ સેન્ટર ખાતે પાંજરામાં રાખવામાં આવ્યો છે. હાલ ત સ્વસ્થ હોવાનુ જાણવા મળ્યુ છે.
તરખંડા ગામે ઈજાગ્રસ્ત હાલતમાં મોર દેખાઈ આવતા હાલોલ ફાયર ફાયટરની ટીમને જાણ કરતા જયેશ કોટવાલ અને વાય.કે.પટેલ બનાવ સ્થળે પહોંચી રેસ્કયુ કરી ઝાડી-ઝાંખરામાં ફસાયેલ મોરને બહાર કાઢવામાં આવ્યો હતો. ફાયર ફાયટરની ટીમે મોરને સારવાર અર્થે હાલોલ પશુ ચિકિત્સકનો સંપર્ક કર્યો હતો. પરંતુ રજા હોવાથી ડોકટર નહિ મળતા પ્રાથમિક જે સારવાર થાય તે કરી હાલોલ, પાવાગઢ વનવિભાગને મોરને સોંપ્યો હતો. વનવિભાગના કર્મચારીઓએ ધોબી કુવા ખાતે આવેલ રેસ્કયુ સેન્ટર ખાતે મોરને પ્રાથમિક સારવાર આપી પાંજરામાં રાખવામાં આવ્યો છે.