હાલોલના તરખંડા ગામે ચાર દિવસથી પાણી નહિ મળતા ગ્રામજનોને હાલાકી.

હાલોલ,,હાલોલ તાલુકાના તરખંડા ગામે ચાર દિવસથી નર્મદા યોજનાનુ પાણી નહિ મળતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે તો બીજી બાજુ પાણીની ટાંકી પાસેના સંપમાંથથી છલકાઈને હજારો લીટર પાણીનો વ્યય થતો હોવાનુ જોવા મળ્યુ છે.

હાલોલ તાલુકાના તરખંડા ગામમાં આશરે 20/22 વર્ષ પહેલા પાણીની ટાંકી અને સંપ બનાવવામાં આવ્યો હતો જે ટાંકી અને સંપ છેલ્લા ધણા વર્ષોથી બિનઉપયોગી જોવા મળે છે. પરંતુ છેલ્લા 3/4 દિવસથી અચાનક આ સંપમાંથી હજારો લીટર પાણી છલકાઈને વ્યર્થ થઈ રહ્યુ છે. જયારે ગામના રહિશોને 3-4 દિવસથી પાણી નહિ મળતા ધર વપરાશ તેમજ પશુઓને પીવડાવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગામની મહિલાઓ બેડાઓ લઈને આ સંપમાંથી છલકાઈને વ્યર્થ થઈ રહેલ પાણી ભરવા મજબુર બની છે. જોકે સંપમાંથી છલકાઈને નકામુ વહી જતુ પાણી અટકાવવા પંચાયતના વોર્ડ નં-3ના સભ્યએ લાગતા વળગતાને મોબાઈલ ફોનથી જાણ કરતા મુખ્ય લાઈનમાંથી સંપમાં આવતો પાણીનો પ્રવાહ રોકી દેવામાં આવ્યો હતો. તરખંડા ગામમાં બે-બે પાણીની ટાંકી અને બે-બે સંપ બનાવવામાં આવ્યા હોવા છતાં લોકોને ભર ઉનાળે પાણી માટે વલખા મારવાનો આવ્યો છે.