હાલોલના તલકવાડા(રાધનપુર)ગામેથી 26 હજારના ઈંગ્લીશ દારૂ સાથે બે ઈસમો ઝડપાયા

હાલોલ,હાલોલ તાલુકાના તલકવાડા (રાધનપુર)ગામે રહેતા બે આરોપીઓ ભેગા મળી ધરના પાછળ ઝાડી-ઝાંખરાવાળા કોતરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી રૂ.26,400/-નો દારૂ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર હાલોલ તાલુકાના તલકવાડા(રાધનપુર)ગામે રહેતા શૈલેષ દલસિંગભાઈ રાઠવા, અનીલ નટરવરભાઈ પરમાર બંને ભેગા મળીને ઈંગ્લીશ દારૂનો જથ્થો લાવેલ હોય શૈલેષ રાઠવાના ધર પાછળના ભાગે ઝાડી-ઝાંખરાવાળા કોતરમાં દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી બંને આરોપીઓને ઈંગ્લીશ દારૂના કવાટરીયા કિ.રૂ.26,400/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. જયારે અજયસિંહ પ્રવિણસિંહ સોલંકી(રહે.નાની પીગેડી, કાલોલ)હાજર નહિ મળી આવતા વોન્ટેડ જાહેર કરી આ બાબતે હાલોલ રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.