હાલોલના સુરજપુર (રવાલીયા) ગામેથી બાઈકની ચોરી

હાલોલ,

હાલોલના સુરજપુર (રવાલીયા) ગામે ધર આંગણામાં મુકેલ પલ્સર બાઈકને કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી જતાં હાલોલ રૂલર પોલીસ મથકે ફરિયાદ નોંંધાવામાં આવી.

વિસ્તૃત વિગતો પ્રમાણે હાલોલ સુરજપુર (રવાલીયા) ગામે રહેતા નરવતભાઈ જામાભાઈ પરમાર એ પોતાના ધર આંગણે પાર્ક કરી રાખેલ પલ્સર બાઈક નંબર જીજે.17.બીકયુ.9246 કિંમત 30,000/-રૂપીયા કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી જતાં હાલોલ રૂલર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.