હાલોલ,
હાલોલ તાલુકાના સુરા ગામે રોડ ઉપર બે બાઈકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત દરમિયાન એક વ્યકિતનું મોત એકને ઈજાઓ થવા પામી.
વિસ્તૃત વિગતો પ્રમાણે હાલોલ તાલુકાના સુરા ગામે રોડ ઉપર બાઈક ચાલક પોતાનું બાઈક પુરઝડપે હંકારી લાવી બીજી બાઈક સાથે ધડાકાભેર અકસ્માત કર્યો હતો. બે બાઇકો વચ્ચે થયેલ અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઇજાઓ થતાં મોત નિપજાવા પામ્યું. જ્યારે એક વ્યકિતને ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો.