હાલોલ,હાલોલ શહેરના એસ.ટી.સ્ટેન્ડ પોલીસ ચોકીની સામે આવેલી યદી મોબાઈલ અને માજીસા મોબાઈલ નામની દુકાનમાં ગતરાતે તસ્કરો ત્રાટકી ચોરીની ધટનાને અંજામ આપ્યો હતો. જેમાં તસ્કરોએ જેકથી શટલ ઉંચુ કરી દુકાનમાં પ્રવેશ કરી ચોરી કરી ફરાર થયા હતા. ગતરાત્રિના સુમારે બનેલી આ ચોરીની ધટનામાં ચોરી કરવા માટે તસ્કરો માટે બંને મોબાઈલની દુકાનની સામે મુખ્ય રોડ પર પાર્ક કરેલી ટ્રાવેલ્સની એક ખાનગી બસની આડને કારણે બંને દુકાનોના શટર ઢંકાઈ જતા અને મુખ્ય રોડ પરથી દુકાનો ન દેખાતા તસ્કરોએ બંને દુકાનોમાંથી ચોરી કરવા માટે મોકળુ મેદાન મળ્યુ હતુ. ત્રણ જેટલા તસ્કરોએ શટરોના તાળા તોડ્યા વિના બંને દુકાનોના શટર કોઈક સાધન વડે વચ્ચેથી ઉંચા કરી દુકાનમાં પ્રવેશ્યા હતા. અને બંને દુકાનમાંથી માલમત્તા ઉઠાવી ફરાર થવા હોવાની માહિતી મળી હતી. જેમાં ત્રણ જેટલા તસ્કરોએ આ ચોરીની ધટનાને અંજામ આપતા સીસીટીવીમાં કેદ થતાં પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી હતી.