હાલોલ તાલુકાના રામજી ખાંટના મુવાડા ગામે નજીવી બાબતે એક મકાનમાં તોડફોડ કરી મારામારી કરનાર ચાર ઈસમો સામે ફરિયાદ નોંધાવવા પામી હતી.
રામજી ખાંટના મુવાડા ગામે રહેતા પંકજકુમાર રોહિતભાઈ પરમાર(ઉ.વ.22)પોતાની બાઈક લઈ ગામમાં આવેલી પ્રાથમિક શાળા સામેના રોડ પર રહીને પસાર થઈ રહ્યા હતા. ગામમાં જ રહેતા રમણભાઈ સનાભાઈ પરમાર તથા તેમનો છોકરો સુનીલભાઈ રમણભાઈ પરમાર તેમની બાઈક લઈ ત્યાં આવ્યો હતો. બંનેની બાઈકો ક્રોસ થતાં સુનીલભાઈ રમણભાઈ પરમારે પંકજકુમારને ગાળો બોલી કહેવા લાગેલ કે, તુ અમારી ઉપર મોટરસાયકલ કેમ નાંખે છે કહી ખરાબ ગાળો આપતા પંકજકુમારે ગાળો આપવાની ના પાડતા સુનીલભાઈ રમણભાઈ પરમારે પંકજકુમારને માર મારતા પંકજભાઈ ત્યાંથી ભાગી પોતાના ધરે ચાલ્યા ગયા હતા. જયાં સુનીલભાઈ રમણભાઈ પરમાર કુહાડી તથા નરેન્દ્રભાઈ રોહિતભાઈ પરમાર, કેતનભાઈ રમેશભાઈ પરમાર અને કમલેશભાઈ ચંદુભાઈ પરમાર લાકડીઓ લઈ ત્યાં આવી પહોંંચ્યા હતા. જેમાં સુનીલે કુહાડી તેઓના દરવાજાને મારી હતી. જયારે નરેન્દ્ર અને કમલેશે લાકડીઓ વડે ધરની પ્લાસ્ટિકની ખુરશીઓ તોડી નાંખી હતી. જેમાં પંકજકુમારને આ લોકો મારતા હતા દરમિયાન પંકજકુમારની માતા કલ્પનાબેન વચ્ચે છોડાવવા પડતા સુનીલ પરમારે તેઓની માતાને લાતો મારી હતી. અને કેતન તથા નરેન્દ્ર તથા કમલેશને લાકડીઓ બંને પગની પિંડીના ભાગે મારી ઈજાઓ પહોંચાડી હતી. બંને માતા-પુત્રને માર મારી આ ચાર વ્યકિતઓ ભાગી છુટ્યા હતા. જેમાં ગતરાત્રિએ આ લોકો મારશે તેવી બીકે ધરે રહ્યા બાદ બીજા દિવસે પંકજભાઈ રોહિતભાઈ પરમાર તેઓની માતા કલ્પનાબેન પરમારે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે દવા સારવાર કરાવી હતી. જે બાદ પંકજભાઈ પરમારે હાલોલ પોલીસે મથકે ચાર ઈસમો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.