હાલોલ,
હાલોલ તાલુકાના રાધનપુર (તલકવાડા) ગામે રહેતા આરોપીએ પોતાના ધર નજીક ખુલ્લી જગ્યામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી 52,400/-રૂપીયાના જથ્થા સાથે એક ઈસમ ઝડપ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના રાધનપુર (તલકવાડા) ગામે શૈલેષભાઈ દલસિંગભાઈ રાઠવા અને અનિલ નરવતભાઈ પરમાર પોતાના ધર પાસે ખુલ્લી જગ્યામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખીને ધંંધો કરતાં હોય તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી કવાટરીયા નંગ-260, બિયર નંગ-2645 મળી કુલ 52,400/-રૂપીયાના મુદ્દામાલ સાથે અનિલભાઈ પરમારને ઝડપી પાડવામાંં આવ્યો. આ બાબતે હાલોલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.