હાલોલના પ્રતાપપુરાના દુનિયા ગામે ગામતળની જમીનમાં નખાતી 66 કે.વી.વીજ લાઈનની કામગીરી ગ્રામજનોને અટકાવી

હાલોલ,હાલોલ તાલુકાના પ્રતાપપુરા ગામના પેટા ફળીયા દુનિયા ગામમાં જેટકો કંપની દ્વારા ગ્રામજનોને વિશ્ર્વાસમાં લીધા વગર ગામતળની જમીનમાં ખોદકામ કરી 66 કે.વી. વીજ લાઈન નાખવાની કામગીરી કરાતી હોય તે કામગીરીને ગ્રામજનો દ્વારા અટકાવી દેવામાં આવી. જેને લઈ જેટકોના અધિકારીઓ દોડી આવ્યા હતા.

હાલોલ તાલુકાના પ્રતાપપુરા ગામના પેટા ફળીયા દુનિયા ગામના ગામતળ જમીનમાં જેટકો કં5ની દ્વારા ખોદકામ કરીને 66 કે.વી. વીજ લાઈન નાખવાની કામગીરી હાથ ધરી હોય ગ્રામજનોને વિશ્ર્વાસમાં લીધા વગર જેટકો દ્વારા જમીનમાં ખોદકામ કરી 66 કે.વી.ની વીજ લાઈન નાખવા માટે કામગીરી શરૂ કરાઈ હતી. તે કામગીરીને ગ્રામજનો દ્વારા રોકવામાં આવી છે. જેટકો દ્વારા 66 કે.વી.ની વીજ લાઈન વાયરો નાખવા માટે જમીનમાં બોર કરીને પાઈપો નાખવામાં આવી રહી હતી અને આ વીજ લાઈન પ્રાથમિક શાળાની અંરદથી પસાર કરવાની હોય જે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકો માટે જમીનમાં વીજ વાયરો જોખમી બની શકે છે સાથે ઈન્ડસ્ટ્રીની વીજ લાઈન નાખવા માટે ઈન્ડસ્ટ્રીના માર્ગ ઉપર જગ્યા છે. તેવામાં ગામમાં વીજ લાઈન નાખવામાં આવે તો ભવિષ્યમાંં ગામતળ જમીનમાં નાખવામાં આવેલ પાણીની લાઈનો તેમજ ગેસની લાઈનમાં ફોલ્ડ સર્જાય અને ખોદકામ કરવાના સંજોગોમાં 66 કે.વી.ની વીજ લાઈન અડચણ બની શકે છે. ગ્રામજનો દ્વારા ગામતળ જમીન માંથી પસાર થતી 66 કે.વી.ની વીજ લાઈનની કામગીરી અટકાવી દેવામાં આવતાં જેટકો અધિકારીઓ દોડી આવ્યા હતા.