હાલોલના પાનેલાવ ફાર્માસ્યુટિકલ કંપનીમાં કોન્ટ્રાકટમાં કામ કરતા કર્મચારીઓને વેતનના મુદ્દે હડતાળ પર ઉતર્યા

હાલોલ,

હાલોલ તાલુકાના પાનેલાવ ગામે આવેલી ફાર્માસ્યુટિકલ કંપનીમાં કોન્ટ્રાકટમાં કામ કરતા કર્મચારીઓને પુરતુ વેતન ન મળતુ હોવાના કારણે કામદારો કામ છોડી હડતાળ ઉપર ઉતર્યા હતા.

પાનેલાવ ગામે આવેલી એલેમ્બિક ફાર્માસ્યુટિકલ કં5નીમાં કોન્ટ્રાકમાં કામ કરતા કામદારોને કામના પ્રમાણમાં પુરતુ વેતન મળતુ ન હોવાથી વેતન વધારાની માંગણી સાથે રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ગત સોમવારના રોજથી 500થી વધુ કામદારોએ કામ બંધ કરીને કંપની બહાર સામુહિક હડતાળ ઉપર ઉતરી ગયા છે. પાનેલાવ ગામે આવેલી એલેમ્બિક ફાર્માસ્યુટિકલ કંપનીમાં કોન્ટ્રાકટ આધારિત કામ કરતા કામદારોનુ કંપની અને લેબર કોન્ટ્રાકટરો ની સાંઠગાંઠથી કંપનીમાં કામ કરતા 2 હજારથી વધુ કામદારોનુ શોષણ કરવામાં આવી રહ્યુ હોવાથી કામદારો કંપનીનુ કામ બંધ કરી હડતાળ ઉપર ઉતરી ગયા છે. કામદારોને 8 કલાકની કામગીરી સામે માત્ર રૂ.355 રોજ આવે છે. આ દેૈનિક વેતનમાં વધારો કરી રૂ.570 કરી આપવાની માંગણી સાથે 500થી વધુ કામદારોએ કંપનીમાં પોતાનુ કામ બંધ કરી પોતે કામની સામે મળતા ઓછા વેતનનો વિરોધ કરી વેતન વધારા માટે હોબાળો મચાવતા કામગીરી બંધ કરી કંપની બહાર હડતાળ ઉપર ઉતરી ગયા છે.