હાલોલના પાંચમહુડી ગામે જમીન વેચાણ કેમ રાખી તેમ કહી ગાળો આપી મારમારતાં ફરિયાદ

હાલોલ, હાલોલ તાલુકાના પાંચમહુડી ગામે દંપતિ જમી પરવારી ખેતરમાંં આવેલ ધરમાં બેઠા હતા. ત્યારે આરોપી આવીને જમીન વેચાણ કેમ રાખેલ છે. જમીન હું ખેડતો હતો. જમીન મારે રાખવાની હતી તેમ કહી ગાળો બોલતા હોય ગાળો આપવાની ના પાડતા પંજેડીની મુદલ વડે મારમારી ઈજાઓ પહોંચાડતા ફરિયાદ નોંંધાઈ.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના પાંંચમહુડી ગામે રહેતા ભાયાભાઈ ભલાભાઈ પરમાર અને તેમના પત્ની બન્ને જમી પરવારી ખેતરમાં આવેલ ધરે બેઠા હતા. ત્યારે આરોપી રાજેશભાઈ રણછોડભાઈ પરમાર હાથમાંં પંજેડીલઈ આવી તેમ ઠાકોરભાઈ પરમારની જમીન વેચાણ કેમ રાખેલ છે. તે જમીન હુંં ખેડતો હતો એ જમીન મારે રાખવાની હતી. તેમ કહી ગાળો બોલતા હોય ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને પંંજેડીની મુદલ વડે હાથમાં અને ગડદાપાટુનો મારમારી ઈજાઓ પહોંચાડતા આ બાબતે હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.