હાલોલ તાલુકાના કુબાડિયાથી રામેશરા તરફ જતાં નર્મદા કેનાલ પાસે રોડ ઉપર બાઈક ચાલકે પોતાનુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રોડ સાઈડમાં પડી જતાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નીપજયું હતુ.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલોલ તાલુકાના કુબાડિયાથી રામેશરા તરફ જતાં નર્મદા કેનાલ પાસે રોડ ઉપર બાઈક નં.-જીજે-06-સીઆર-7599ના ચાલક ભાવિક ચંદ્રકાંતભાઈ પરમાર(ઉ.વ.21, રહે.અર્પણ સોસાયટી, હાલોલ)પોતાનુ વાહન પુરઝડપે હંકારીને પસાર થતો હોય દરમિયાન બાઈકના સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી રોડ સાઈડમાં પડી જતાં શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડતા સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. આ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.