હાલોલ,
હાલોલ તાલુકાના મોટી ઉભરવાણ ગામે 29 વર્ષીય યુવાને કોઈ અગમ્યકારણોસર ધરથી ચાલ્યા જઈ ગાંડા બાળવના ઝાડ સાથે ફાંસો ખાઈ મરણ જતાં ફરિયાદ નોંધાવા પામી.
પ્રાપ્ત વિગતો પ્રમાણે હાલોલ તાલુકાના મોટી ઉભરવાણ ગામે રહેતા શૈલેષ માનસીંગભાઈ રાઠવા ઉ.વ.29 પોતાના ધરેથી 15 ડિસેમ્બરના રોજ કહ્યા પુછયા વગર ચાલ્યા ગયા હતા અને અગમ્યકારણોસર હીરા ડુંગરી કોતર પાસે બાવળના ઝાડ સાથે ફાંસો ખાઈને આપધાત કરી મરણ ગયા હતા. આ બાબતે પાવગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.