હાલોલના મસવાડ ગામેથી ચોરીના કોપર વાયર અને ગેલ્વેનાઈઝ તાર કિંમત 68,650 રૂપીયાના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપ્યા

હાલોલ,

ગોધરા એલ.સી.બી.પોલીસને બાતમી મળી હતી કે, હાલોલના મસવાડ ગામના ત્રણ ઈસમો ભેગા મળી કોઈક જગ્યાએથી કોપરના વાયરો તેમજ ગેલ્વેનાઈઝ તાર ચોરી કરી ભેગા કરી વેચવાની પેરવીમાંં હોય તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી 68,450/-રૂપીયાના મુદ્દામાલ બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા એલ.સી.બી.પોલીસને બાતમી મળી હતી કે, હાલોલના મસવાડ ગામ રહેતા અશ્ર્વિન ઉર્ફે અશોક રાઠવા, ગોપાલભાઈ સોમાભાઈ પરમાર તથા લક્ષ્મણ ઉર્ફે લખો ગોવિંદસિંહ રાઠોડ ભેગા મળી કોઈક સ્થળેથી કેબલ વાયરો ચોરી લાવી કોપર વાયર તેમજ ગેલ્વેનાઈઝ લોખંડના તાર અલગ કાઢીને થેલામાં સંતાડી રાખ્યા છે અને બાઈક ઉપર વેચવા જવાની પેરવીમાં છે. તેવી બાતમીના આધારે રેઈડ કરી કોપર વાયર-120 કિલો, ગેલ્વેનાઈઝ મળી 68,450/-રૂપીયાના મુદ્દામાલ સાથે અશ્ર્વિન ઉર્ફે અશોક રાઠવા, લક્ષ્મણ ઉર્ફે લખોને ઝડપી પાડવામાં આવ્યા. પુછપરછ દરમિયાન કીરલી કંપનીના કંપાઉન્ડમાં મુકી રાખેલ કેબલના રોલો માંથી પાણીના નાળા વાટે ચોરી કર્યાની કબુલાત કરતા હાલોલ પોલીસ મથકે કેબલ ચોરીના ગુન્હાનો એલ.સી.બી.પોલીેસ ભેદ ઉકેલી અનડીકેટ કરવામાં આવ્યો.