- હાલોલ રૂરલ પોલીસે રેઈડ કરી અંદાજીત 1000 પેટી ઈંગ્લીશ દારૂ સાથે ત્રણ ઈસમને ઝડપ્યા.
- જીઆઈડીસીમાં ગોડાઉન ભાડે રાખી ઈંગ્લીશ દારૂનો વેપલો કરવામાંં આવી રહ્યો હતો.
હાલોલ મધાસર જીઆઈડીસીમાં ઔદ્યોગિક ગોડાઉન ભાડે રાખીને રાજસ્થાન સહિતના રાજ્યો માંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવીને ધંધો કરતા હોય હાલોલ રૂરલ પોલીસને બાતમી મળી હતી કે, રાજસ્થાનની ઈંગ્લીશ દારૂનો જથ્થો લાવીને ગોડાઉનમાં ઉતારવામાંં આવી રહ્યો છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી અને અંદાજીત 1000 પેટી ઈંગ્લીશ દારૂનો જથ્થા સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.
હાલોલના મધાસર ગામે જીઆઈડીસી બંધ ફેકટરીને ગોડાઉન તરીકે ભારે રાખવામાંં આવી હતી. બુટલેગરો દ્વારા ગોડાઉનમાં રાજસ્થાન સહિત પાડોશી રાજ્યો માંંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો લાવીને સંગ્રહ કરવામાં આવતો હતો. હાલોલ રૂરલ પોલીસને બાતમી મળી હતી કે, મધાસર જીઆઈડીસીના ગોડાઉનમાં રાજસ્થાન થી મંગાવેલ ઈંંગ્લીશ દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે. ચોકકસ બાતમીના આધારે પોલીસે રેઇડ કરી હતી અને ગોડાઉનમાંં ઉતારવમાંં આવેલ અંદાજીત 1000 પેટી દારૂ કિંમત 1 કરોડ ઉપરાંતનો જથ્થો ઝડપ્યો હતો. સ્થળ ઉપરથી ક્ધટેનર અને ટેમ્પો પડેલ હોય તેમાં પોલીસ તમામ દારૂનો જથ્થો પૂન: મંગાવીને કબ્જે લીધો હતો.
બુટલેગરો દ્વારા ગોડાઉનમાં મોટા પ્રમાણમાંં ઈંંગ્લીશ દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હતો અને ગોડાઉન ખાતેથી હાલોલ-વડોદરા સહિતના આસપાસના ડીલરને સ્થળ ઉપર ડીલીવર કરવામાં આવતુંં હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. હાલોલ રૂરલ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ ઈંગ્લીશ દારૂના જથ્થાની ગણતરી હાથ ધરવામાં આવી છે. હાલોલ પોલીસે રેઈડ કરી 1000 ઉપરાંંત ઈંગ્લીશ દારૂની પેટીઓ, એક ક્ધટેનર, બાઇક અને છોટાહાથી કબ્જે લેવામાંં આવ્યા.
હાલોલ પોલીસે ક્ધટેનરના ચાલક સહિત ત્રણ ઈસમો કમલેશ ભારત બદામ (રહે. ખારા, તા.સાથોર, રાજસ્થાન), રાકેશ પુનામારામ બમુંડા (રહે. હાથી તલાતા, તા.સેડવાધા, રાજસ્થાન), અણદારામ હેમારામ ચાકડને ઝડપી પાચડવામાંં આવ્યા હતા. જ્યારે કેટલાક ઈસમો પોલીસની રેઈડ દરમિયાન નાશી છુટવામાં સફળ રહ્યા.