હાલોલ,
હાલોલ તાલુકાના મધાસર ગામે ઓમ લોજીસ્ટીક કંપની પાસે હાઈવે રોડ ઉપર ચેકિંગ દરમિયાન આઈસર ટેમ્પોમાં લઈ જવાતો વિદેશી ઈંગ્લીશ દારૂની પેટી નંગ-393 જેની કિ.રૂ.20,08,800/-મળી કુલ 38,74,700/-રૂપિયાના મુદ્દામાલ સાથે બે ઈસમોએ ઝડપી પાડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલોલ તાલુકાના મધાસર ગામે હાઈવે રોડ ઉપરથી પસાર થતી આઈસર ટેમ્પો નંબર એમ.પી.09/જી.એમ.0394માં ઈંગ્લીશ દારૂનો જથ્થો લવાઈ રહ્યો છે તેવી બાતમીના આધારે આઈસર ટેમ્પાને ઝડપી અને તેની તપાસ દરમિયાન નાના પાર્સલો તથા બોરીયો તેમજ મસાલાઓના જથ્થા સાથે તેની આડમાં લઈ જવાતો ઈંગ્લીશ દારૂની પેટીઓ નંગ-393 જેની કિ.રૂ.20,08,800/-તેમજ અંટીગો ગાડી, ત્રણ મોબાઈલ ફોન, રોકડા રૂપિયા 900/-મળી કુલ મુદ્દામાલ 38,74,700/-સાથે કાળુસિંગ બગદી રામ ગ્રેવાલ(રહે.માંગોડ, તા.સરદારપુરા, એમ.પી.), ભોવનભાઈ ભોદરિયાભાઈ રાઠવા(રહે.સંગાડીયા, છોટાઉદેપુર)ને ઝડપી પાડવા બાબતે હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.