હાલોલના મદાર ગામે 40 વર્ષીય મહિલા ગુમ થયાની ફરિયાદ નોંધાઈ

હાલોલ,

હાલોલ તાલુકાના મદાર ગામે રહેતી 40 વર્ષીય મહિલા પોતાના ધરે કંઈ કહ્યા વગર કયાંક ચાલી જઈને ગુમ થયેલ હોય આ બાબતે હાલોલ રૂરલ પોલસ મથકે ફરિયાદ નોંધાઈ.

પ્રાપ્ત વિગતો પ્રમાણે હાલોલ તાલુકાના મદાર ગામે બસ સ્ટેન્ડ ફળીયામાં રહેતી સુર્યાબેન ઠાકોરભાઈ પરમાર ઉ.વ.40 તા.12 જાન્યુઆરીના રોજ પોતાના ધરે કોઈને કહ્યા વગર કયાંક જતી રહેલ હોય ગુમ થયેલ મહિલાના હાથના ભાગે પતંગીયાનું ટેટુ પડાવેલ છે તથા બરડાના ભાગે અંગે્રજીમાં બે ફુલની વચ્ચે જ લખાવેલ છે. આ બાબતે હાલોલ રૂરાલ પોલસી મથકે ફરિયાદ નોંધાવા પામી છે.