હાલોલ,હાલોલ તાલુકાના ખોબલા ગામે રહેતી 18 વર્ષીય યુવતિ ઢોરો ચલાવવા માટે ગયેલ હતી. ત્યાંથી કોઈને કહ્યા વગર કયાંક ચાલી જઈ ગુમ થતાં આ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના ખોબલા ગામે રહેતી કરીનાબેન ગુલાબભાઈ બારીયા ઉ.વ.18 વર્ષ 6 માસ તા.13 ઓકટોમ્બરના રોજ ધરેથી ઢોરો ચરાવવા માટે ગયેલ હતી અને ત્યાંથી કોઈને કહ્યા વગર કયાંક ગુમ થયેલ છે. યુવતિએ પંજાબી ડ્રેસ પહેરેલ છે. ગુજરાતી ભાષા જાણે છે. યુવતિ ગુમ થયાની ફરિયાદ હાલોલ રૂરલ પોલીસ મથકે નોંધાવા પામી છે.