હાલોલ, હાલોલ તાલુકાના ખેરપ ગામે 55 વર્ષીય મહિલાને ઝેરી જનાવર કરડી જતાં પ્રાથમિક સારવાર હાલોલ સી.એચ.સી.માં કરાવી વડોદરા એસ.એસ.જી.માં દાખલ કરતાં સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના ખેરપ ગામે રહેતા ચંપાબેન ભલાભાઈ નાયક ઉ.વ.55ને તેમના ધરે કોઇ ઝેરી જનાવર કરડી ગયેલ હોય પ્રથમ શિવરાજપુર દવા કરાવી હાલોલ સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા એસ.એસ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું. આ બાબતે પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.