હાલોલ, હાલોલ તાલુકાના કંજરી ગામ પાણીયા કોતર ફળીયામાં રહેતા 28 વર્ષીય મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી જતાં દવા સારવાર માટે ખસેડતા વડોદરા એસ.એસ.જી.માં સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના કંજરી ગામે પાણીયા કોતર ફળીયામાં રહેતા રીટાબેન સંજયભાઈ નાયક ઉ.વ.28એ 24 જુલાઈના રોજ પોતાના ધરે અગમ્યકારણોસર ઝેરી દવા પી ગયા હતા. દવા સારવાર માટે રેફરલમાં દાખલ કરી વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી.માં દાખલ કરેલ હતા. જ્યાં દવા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું. આ બા બતે હાલોલ રૂલર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.