- હત્યાની આશંકા સાથે પોલીસ તપાસમાં જોતરાઈ.
હાલોલ,હાલોલના કંજરી નજીક આવેલ ખેતર માંથી અજાણ્યા 40 વર્ષીય વ્યકિતનો હાથ બંધાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો. મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં હોવાથી મૃતકની ઓળખ માટે પોલીસ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલના કંજરી ગામ નજીક દિવેલાના ખેતરમાં કેટલાય દિવસની પડેલ 40 વર્ષીય અજાણ્યા વ્યકિતનો મૃતદેહ મળી આવ્યો. ખેતરમાં મૃતદેહ કેટલાય દિવસથી પડેલ હોવાથી ડીકમ્પોઝ હાલતમાં હોય મૃતદેહ માંથી દુર્ગંધ આવતાં પોલીસને જાણ કરતાં પોલસી ધટના સ્થળે દોડી આવી હતી. મૃતકની ઓળખ છતી થવા પામી ન હતી. મૃતકના હાથ બાંધેલી હાલતમાં મૃતદેહ મળતાં હત્યાની શંકાના આધારે મૃતકની ઓળખ છતી કરવા પોલીસે આજુબાજુના વિસ્તારમાં તપાસ હાથ ધરી છે. હત્યા કરાઈ હોવાની આશંકા સાથે જીલ્લાની એસ.ઓ.જી. અને એલ.સી.બી.પોલીસે તપાસમાં જોતરાઈ છે.