હાલોલના કણજરી ગામે સાંઇ ટેનામેન્ટના ખુલ્લા મેદાન માંથી 9.45 લાખના વિદેશી દારૂ સાથે એક ઈસમને સ્ટેટ મોનિટરીંગ સેલે ઝડપ્યો

હાલોલ, હાલોલ તાલુકાના કંણજરી ગામમાં સાંઇ ટેનામેન્ટની બહાર ખુલ્લા મેદાનમાં આરોપીએ ગેરકાયદેસર રીતે ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખેલ હોય તેવી બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા રેઈડ કરવામાં આવી હતી. રેઈડ દરમિયાન વિદેશી દારૂ અને બીયર કિંમત 9,45,600/-રૂપીયા, રોકડા, મોબાઈલ ફોન, ફોર વ્હીલ તથા ટુ વ્હીલર મોટર સાયકલ મળી કુલ 12,01,800/-રૂપીયાના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના કણજરી ગામમાં સાંઇ ટેનામેન્ટમાં રહેતા નિલેશભાઇ જશવંતભાઈ ગોહિલ (મૂળ.કુપાડીયા, તા.હાલોલ)એ ગેરકાયદેસર રીતે વિદેશી બનાવટનો દારૂ મંગાવી રાખેલ છે. તેવી બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંંગ સેલ દ્વારા રેઈડ કરવામાં આવી હતી. રેઈડ દરમિયાન ઈંગ્લીશ દારૂ, બીયરનો જથ્થો મળી કિંમત 9,45,600/-રૂપીયા, પીકઅપ ડાલુ 3,00,000/-રૂા., ટુ વ્હીલ નંબર જીજે..17.બી.9467 કિંમત 20,000/-રૂા., મોબાઈલ ફોન 5,000/-રૂા., અંગઝડતીમાં 1,200/-રૂપીયા સાથે નિલેશભાઇ ગોહિલને કુલ 171,800/-રૂપીયા સાથે ઝડપી પાડવામાં આવ્યો. જ્યારે આરોપીઓ ભરતભાઇ કનુભાઇ ગોહિલ (રહે. કુપાડીયા, હાલોલ), રાજેન્દ્ર ઉર્ફે મંગો કનુભાઇ ગોહિલ, વિજય માળી, પીકઅપ ડાલાના માટે માલિક, તેમજ દારૂ મોકલનાર વિરૂદ્ધ હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.