
હાલોલ,
હાલોલ તાલુકાના ખરેડી ગામે રહેતા ઈસમે ખેતરમાં વાવેતર કરેલ લાીલો ગાંજો 23,330 કિલો કિંમત 2,33,300/-ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડવામાંં આવ્યો.
પ્રાપ્ત વિગતો પ્રમાણે હાલોલ તાલુકાના ખરેડી ગામે રહેતા ઉદેસિંહ ભાઈલાલભાઈ બારીયા તેમના ભોગવટાના ખેતરમાં ગાંજા જેવી વનસ્તતિ ઉગવાડેલ છે. તેવી બાતમીના આધારે એસ.ઓ.જી. પોલીસે આરોપી ઉદેસિંહ બારીયાને સાથે રાખીને તપાસ કરતાં ખેતર માંથી લીલો ગાંંજો વજન 23,300/-કિલો કિંમત 2,33,300/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો. આ બાબતે પાવાગઢ પોલીસ મથકે એનડીપીએસ એકટ મુજબ ફરિયાદ નોંંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી.