હાલોલના જાંબુડી ગામે કતલ માટે ગોંધી રાખેલ 7 ગોૈવંશ સાથે ત્રણ આરોપીઓને ઝડપ્યા

હાલોલ તાલુકાના જાંબુડી ગામે કોતર ફળિયામાં ત્રણ ઈસમો દ્વારા ઝાડી-ઝાંખરામાં કતલના ઈરાદે બાંધી રાખેલ છે તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી ગોૈવંશ(બદળ)સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર હાલોલ તાલુકાના જાંબુડી ગામે કોતર ફળિયામાં ફારૂકભાઈ ઐયુબભાઈ મેતર, અજીજ ઉર્ફે અજીત ઐયુબભાઈ મેતર, કતલના ઈરાદે ગોવંશ(બળદ)નંગ-7 કિ.રૂ.98,000/-લાવીને આરોપી છોટુભાઈ રૂપાભાઈ નાયકના છાપરા નજીક ઝાડી-ઝાંખરામાં ટુંકા દોરડાં વડે બાંધી રાખેલ છે તેવી બાતમી હાલોલ રૂરલ પોલીસને મળી હતી. જે બાતમીના આધારે પોલીસે રેઈડ કરી 7 ગોૈવંશ(બળદ) સાથે આરોપીઓ ફારૂકભાઈ ઐયુબભાઈ મેતર, અજીજ ઉર્ફે અજીત ઐયુબભાઈ મેતર, છોટુ રૂપાભાઈ નાયકને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ બાબતે હાલોલ રૂરલ પોલીસ મથકે પ્રાણી ક્રુરતા અધિનિયમ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.