હાલોલના હિરાપુર ગામેથી 45 હજારનો ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

હાલોલ,હાલોલ તાલુકાના હિરાપુર ગામે રહેતા બુટલેગર ઈસમે પોતાના રહેણાંક મકાનની પાછળ આવેલ કોતરાં ઈંંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ માટે લાવી સંતાડી રાખેલ છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી ઈંગ્લીશ દારૂ કિંમત 45,400/-રૂપીયાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના હિરાપુર ગામે રહેતા હિેતેશ ગણપતભાઇ ગોહિલએ પોતાના રહેણાંક ધરની બાજુમાંં આવેલ કોતરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લાવી સંતાડી રાખેલ છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન પ્લાસ્ટીક કવાટર નંગ-384 કિંમત 38,400/-, મેકડોલ્સ કાચના કવાટર નંગ-70 કિંમત 7,000/-રૂપીયા મળી કુલ 45,400/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવમાાં આવ્યો. પોલીસની રેઈડ દરમિયાન આરોપી હિતેશ ગણપતભાઇ ગોહિલ નાશી જઈ ગુનો કર્યાની ફરિયાદ હાલોલ રૂરલ પોલીસ મથકે નોંધાવા પામી છે.