હાલોલના ગોપીપુરા ગામે તબેલામાં સુતેલા વૃદ્ધાની કોદાળી મારી હત્યા કરાઈ

હાલોલ, હાલોલ તાલુકાના ગોપીપુરા ગામે નાયક ફળિયામાં રહેતા મહર્ષિભાઈ વિભાકર દેસાઈ ખેતરમાં ભેંસો રાખવાનો તબેલો ચલાવે છે તેની દેખભાળ તેમની માતા ઈંદુબેન વિભાકરભાઈ રાખે છે.ફરિયાદી મહર્ષિભાઈ પરિવાર સાથે બાજુમાં રહેતા તેમના મામાના ધરે હતા મોડીરાતે તેમની માતા રોજના ક્રમ મુજબ તબેલામાં સુવા ગયા હતા. ત્યારબાદ રાત્રિના સમયે તેમના તબેલામાં કામ કરતા મુળ ઝારખંડના રાંચી જિલ્લાના ઝુમરી તલૈયા તાલુકાના બરઈ ગામના અને હાલ ગોપીપુરા ગામે તબેલામાં રહેતા વિજયકુમાર સુખભાઈ કેવટનાઓ આવી ફરિયાદી મહર્ષિભાઈ જણાવ્યુ હતુ કે,તમારી માતા ઈંદુબેનને માથામાં માર્યુ છે તેમ જણાવતા બધા તબેલામાં ગયા હતા અને જોયુ તો ઈંદુબેન ખાટલામાં સુતા હતા મોઢાના ભાગે વાગેલુ હોવાથી મોત નીપજયું હતુ. આ બાબતે તેમને કોઈ જાણ હતી નહિ. પરંતુ સાંજના સમયે ઈંદુબેન અને વિજય કેવટ સાથે તબેલામાં કામ બાબતે ઝધડો થયો હતો તેમ જણાવતા અજવાળામાં વિજયને જોતા તેના શરીરે પહેરેલા કપડા ઉપર લોહીના છાંટા દેખાતા તેની પુછપરછ કરતા જણાવ્યુ હતુ કે,મારે ઈંદુ માસી સાથે બોલાચાલી થઈ હતી જેથી તે મને તબેલામાં પડેલી કોદાળી વડે મોઢાના ભાગે મારતા લોહિલુહાણ થઈ ગયા હતા. જેથી હું ગભરાઈ ગયો હતો તેમ જણાવ્યુ હતુ. બનાવને પગલે રાત્રિના સમયે હલ્લાબોલ થતાં લોકો બનાવ સ્થળે દોડી આવ્યા હતા. અને બનાવ અંગે હાલોલ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.