હાલોલ,
હાલોલના ગોપીપુરા ગામે એન્ટેન્સ ટ્રાન્સપોર્ટશન સર્વિસીસના વેર હાઉસના રૂમનો પાછળનો દરવાજો તોડી લોકર માંંથી 3,29,131/-રૂપીયા રોકડની ચોરી કરી જતાં ફરિયાદ.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલના ગોપીપુરા ગામે આવેલ એન્ટેસ ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ કંપનીના વેર હાઉસમાં 29 જાન્યુઆરીના રાત્રીના સમયે અજાણ્યા ચોર ઈસમોએ વેર હાઉસના પાછળનો દરવાજો તોડી ઓફિસમાં પ્રવેશ કરી લોકરમાં રાખેલ રોકડા 3,29,131/-રૂપીયાની ચોરી કરી જતાં આ બાબતે હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.