હાલોલ, હાલોલ તાલુકા ના ગલાળપુરા સ્મશાન પાસે આવેલ ખેતરમાં પતરાના શેડ પાસે ખુલ્લામાં રિલાયન્સ કં5નીના ગેસ બોટલ માંથી ગેસ રીફલીંંગ કરતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી કુલ 6800/-રૂપીયાના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના ગલાળપુરા ગામે સ્મશાન પાસે આવેલ ખેતરમાં અસ્ફાફ ફારૂક મન્સુરી એ પતરાની શેડવાળી ઓરડીમાંં ગેસ રીફલીંગ કરતો હોય તે સ્થળે હાલોલ રૂરલ પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન રિલાયન્સ કં5નીના ભરેલ બોટલ-9, ખાલી બોટલ-1 તેમજ નાની ગેસની બોટલો નંગ-3 ગેસ રીફલીંગ વાલ્વાવાળી પાઈપ, વજન કાંટા મળી કુલ 6800/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડી આ બાબતે હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધી.