હાલોલની ફાઇનાન્સ કંપનીને આપેલા ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા

હાલોલ,હાલોલ શહેરના ગોધરા રોડ પર આવેલ ખાનગી ફાયનાન્સ કંપનીમાંથી ધનસર મુવાડી ગામે રહેતા શ્રવનભાઈ રૂપસિંહ પરમારે કાર માટે વર્ષ-2015માં 3,95,000/-રૂ.ની લોન લીધી હતી. જેમાં લોનના હપ્તા ચઢી બાકી નીકળતી લોનની રકમ 4,06,836/-રૂ.ની માંગણી કરતા મહિન્દ્રા કોટક બેંકનો 4,01,305/-નો ચેક આપ્યો હતો. જે ચેક ખાતામાં ક્લિયરન્સ માટે ફાયનાન્સ કંપની દ્વારા મોકલવામાં આવતા અપુરતા ફંડને લઈ ચેક બેંકમાંથી રિટર્ન મેમા સાથે પરત ફરતા ફાયનાન્સ કંપનીના પાવર ઓફ એટર્ની હોલ્ડર દિપકકુમાર રવિશંકર પંચાલે આ બાબતે ફરિયાદ દાખલ કરી હતી. જેમાં ચેક રિટર્નનો કેસ હાલોલના એડિ.ચીફ.જયુડિ.મેજી.ની કોર્ટમાં ચાલી જતાં ફરિયાદી પક્ષના વકીલ બી.એમ.મકરાણી દ્વારા મેજી.ચેતનાબેન પટેલએ શ્રવનભાઈ રૂપસિંહ પરમારને નેગોશિએબલ ઈન્ટુમેન્ટ એકટની કલમ 138 મુજબ દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. જયારે બાકી નીકળતી ચેકની રકમ 4,01,305 દિન-30માં અદાલતમાં જમાં કરાવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.