હાલોલના ફાટા તળાવ ફળિયામાં જુગાર રમતા 5 જુગારીયાઓને પોલીસે ઝડપ્યા

હાલોલ તાલુકાના ફાટા તળાવ ફળિયામાં જાહેરમાં કેટલાક ઈસમો પાના-પત્તાનો જુગાર રમતા હોય તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન પાંચ જુગારીયાઓને 11,920/-રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હાલોલ તાલુકાના ફાટા તળાવ ફળિયામાં ટીનાભાઈ અમરસિંગભાઈ બારીયાના ધરની પાછળ કેટલાક ઈસમો ગંજી પાના-પત્તાનો જુગાર રમી રહ્યા તેવી બાતમીના આધારે હાલોલ ટાઉન પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ટીનાભાઈ અમરસિંગભાઈ બારીયા, સુરેશ ઉર્ફે બોડો આત્મારામ વાઘેલા, રાકેશભાઈ હિરાભાઈ રાઠવા, શૈલેષ દલસીંગભાઈ રાઠવા, જીવનભાઈ સંજયભાઈ વાઘરીને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા ઈસમોને અટકાયત અને અંગઝડતી દરમિયાન રૂ.11,920/-રોકડ જપ્ત કરવામાં આવી હતી. આ બાબતે હાલોલ ટાઉન પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.