હાલોલના ધારા ગામેથી બોગસ ઝોલા છાપ તબીબને એસ.ઓ.જી. પોલીસે ઝડપ્યો

હાલોલ તાલુકાના ધારા ગામે બાતમીના આધારે એસ.ઓ.જી.પોલીસે રેઈડ કરી બાતમીના આધારે એસ.ઓ.જી. પોલીસે રેઈડ કરી બોગસ ઝોલાછાપ તબીબને રેઈડ કરી એલોપેથીક દવાઓ તથા મોબાઈલ ઈન્સ્ટુમેન્ટસ મળી 50,446/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના ધારા ગામે ડીગ્રી વગરનો તબીબ દવાખાનું ખોલી દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો છે. તેવી બાતમીના આધારે એસ.ઓ.જી. પોલીસે ધારા ગામે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન દવાખાનું ચલાવતા મનોજ મુકુન્દ શેન (રહે. કુટીપાટા,સુરીયા, તા.ગાયાધારા, પશ્ચિમ બંગાળ)ને ઝડપી પાડવામાં આવ્યો હતો અને દવાખાનામાંથી એલોપેથીક દવાઓ અને મેડીકલ ઈન્સ્ટેમેન્ટસ કિંમત રૂા.50,446/-ના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંંધાવા પામી છે.