હાલોલના ધનસાર ગામે ધરની દિવાલ પડતા બાળકીનુ મોત

હાલોલ, હાલોલ તાલુકાના ધનસાર આંટા ગામે રોડ ફળિયામાં રહેતા શનાભાઈ નાયકનુ પરિવાર રાત્રિ દરમિયાન જમી પરવારી સુઈ રહ્યા હતા દરમિયાન તેમની 12 વર્ષિય દિકરી ગાયત્રીબેન તથા અઢી વર્ષનો દિકરો વિરોજ મકાનની અંદર વચલી દિવાલ નજીક સુઈ રહ્યા હતા ત્યારે રાત્રિના સમયે મકાનની અંદરની વચલી દિવાલ ભેજવાળી હોવાથી અચાનક ધરાશાઈ થતાં માતા સાથે દિકરી અને પુત્ર પણ દબાઈ ગયા હતા. દિવાલ ધરાશાઈ થવાનો અવાજ અને દિવાલ નીચે દબાઈ ગયેલ લોકોની ચીચીયારીઓના અવાજથી લોકો દોડી આવ્યા હતા. અને દબાઈ ગયેલ માતા તથા દિકરાને કાઢી તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં માતા-પુત્રને સારવાર મળી પરંતુ 12 વર્ષિય દિકરી ગાયત્રીને સારવાર મળે તે પહેલા મોત નીપજયું હતુ. પોલીસે અકસ્માત મોત અન્વયે ગુનો દાખલ કરી આગળ વધુ તપાસ હાથ ધરી હતી.