હાલોલ,\હાલોલ તાલુકાના ધનકુવા ચોકડી પાસે મારૂતિ વાન ચાલકે પોતાનુ વાહન પુરઝડપે હંકારી લાવી બાઈકને અડફેટમાં લઈ ચાલક અને પાછળ બેઠેલ વ્યકિતને ઈજાઓ પહોંચાડી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલોલ તાલુકાના ધનકુવા ચોકડી પાસે રોડ ઉપરથી પસાર થતી મારૂતિ વાન જીજે.-19-એએમ-5051ના ચાલકે પોતાનુ વાહન પુરઝડપે હંકારી લાવ્યો હતો અને મોટર સાયકલ નં.જીજે-17-સીએચ લઈને રસ્તો ક્રોસ કરતા હોય દરમિયાન મારૂતિ વાન ચાલકે બાઈકને ટકકર મારી ચાલક અનીલભાઈ અનોપભાઈ પરમારને ઓછી વધતી ઈજાઓ પહોંચાડી તેમજ પાછળ બેઠેલ મુકેશભાઈ પરમારને પગના ભાગે ફ્રેકચર કરી ગુનો કર્યાની ફરિયાદ પાવગઢ પોલીસ મથકે નોંધાવવા પામી છે.