હાલોલના દાવડા સ્વામીનારાયણ સોસાયટીમાં રહેતી 35 વર્ષીય મહિલાએ એસીડ પી જતાં સારવાર દરમિયાન મોત

હાલોલ,હાલોલ સ્વામીનારાયણ સોસાયટી દાવડા ખાતે રહેતી 35 વર્ષીય મહિલાએ અગમ્યકારણોસર એસીડ પી જતાં દવા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ સ્વામીનારાયણ સોસાયટી દાવડા ખાતે રહેતા જયોત્સાનાબેન નિલેશભાઈ ચાંચીયા (મુળ. રહે. વેરડી પ્લોટ, પોરબંદર) 27 એપ્રિલના રોજ કોઈ અગમ્યકારણોસર એસીડ પી જતાં દવા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું. આ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.