હાલોલના ચાંચડીયા ગામે રહેતા બુટલેગર હિતેશ ઉર્ફે જાડાની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલાયો

હાલોલ તાલુકાના ચાંચડીયા ગામે રહેતા અને હાલોલ પંથકના સહિત મઘ્ય ગુજરાતમાં વિદેશી દારૂનુ નેટવર્ક ચલાવતો કુખ્યાત બુટલેગર હિતેશ ઉર્ફે જાડો જશવંતસિંહ રાઠોડ સામે હાલોલ રૂરલ, હાલોલ શહેર જાંબુઘોડા સહિત અડીને આવેલા શહેર-ગામોમાં વિદેશી દારૂનુ કટિંગ કરવાના ગુના નોંધાયા હતા. પંથકમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને દારૂના વેચાણ પર અંકુશ લાવવાના હેતુથી હિતેશ ઉર્ફે જાડાની પાસાની દરખાસ્ત હાલોલ રૂરલ પી.આઈ.આર.એ.જાડેજાએ તૈયાર કરાવડાવી જિલ્લા કલેકટર ગોધરાને મોકલી આપતા કલેકટરે પાસા દરખાસ્ત મંજુર કરતા આરોપીને પાસા હેઠળ અટકાયત કરી રાજકોટની મઘ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાનો હુકમ ગત 30 માર્ચના રોજ પંચમહાલ જિલ્લા કલેકટર આશિષકુમાર દ્વારા કરવામાં આવી હતી.

પાસાનો આરોપી હિતેશ ઉર્ફે જાડો રાઠોડ પોતાની અટકાયત ટાળવા સારૂ છેલ્લા કેટલાય સમયથી નાસ્તો ફરતો હતો. રૂરલ પોલીસને બાતમી મળી હતી કે, પાસાનો આરોપી હિતેશ ઉર્ફે જાડો જશવંતસિંહ રાઠોડ(રહે.ચાંચડીયા, તા.હાલોલ,)હાલ હાલોલ તાલુકાના અભેટવા ગામે હાલોલ-અરાડ રોડ પર ઉભો છે. જે બાતમીના આધારે રૂરલ પોલીસના સ્ટાફના માણસોએ બાતમીવાળા સ્થળેથી આરોપી હિેતેશ ઉર્ફે જાડો જશવંતસિંહ રાઠોડને ઝડપી પાડી તેની અટકાયત કરી રાજકોટની મઘ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો હતો.

નોંધનીય છે કે, બુટલેગર હિતેશ ઉર્ફે જાડા અને તેના ભાઈઓએ વિસ્તારમાં દારૂના વેચાણ સાથે નજીવી બાબતે મારા મારી જેવી ધટનાઓને અંજામ આપી વિસ્તારમાં ભય પેદા કર્યો હતો. બે દિવસ પહેલા જ હિતેશ ઉર્ફે જાડો જશવંતસિંહ રાઠોડના નાનાભાઈ સંજયભાઈ જશવંતસિંહ રાઠોડે ગોવિંદપુરી ગ્રામ પંચાયતના સરપંચને તે મારો દારૂનો ધંધો બંધ કરાવ્યો છે. તુ પોલીસને બાતમી આપુ છુ કહી મારૂ દારૂ તે જ પકડાવ્યો છે તેમ કહી સરપંચની અલ્ટો ગાડી અન્ય બે સાથીદારોને સાથે રાખી હમલો કરી ગાડીના પાછળના કાચ તોડી નાંખીને ગાડીને નુકસાન કરી સરપંચ ભરતકુમાર સોલંકીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ હાલોલ રૂરલ પોલીસ મથકે નોંધાઈ હતી.