હાલોલના બાયપાસ રોડ કંજરી પાસે શ્રીરામ ધાબામાં બાળ મજુરી કરતા બાળકોને છોડાવ્યા

હાલોલ બાયપાસ રોડ કંજરી પાસે આવેલ શ્રી રામ કાઠીયાવાડી ધાબામાં નાના બાળકોને વેઈટર તરીકે મજુરી કરાવી બાળકોનુ શારીરિક-માનસિક શોષણ કરી ગુનો કર્યાની ફરિયાદ હાલોલ રૂરલ પોલીસ મથકે નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હાલોલ બાયપાસ રોડ કંજરી ખાતે આવેલ શ્રીરામ કાઠીયાવાડી ધાબાના માલિક જીગ્નેશભાઈ દિનેશભાઈ કથોરીયાના ધાબા ઉપર પોલીસની તપાસ દરમિયાન બાળકોને વેઈટર તરીકે મજુરી કરાવવામાં આવતી હતી. પોલીસે મજુરી કરતા બાળકોને છોડાવી તેમજ હોટલ માલિક વિરુદ્ધ બાળકો પાસે મજુરી કરાવવા તેમજ બાળકોનુ શારીરિક-માનસિક શોષણ કર્યાનો ગુનો કર્યાની ફરિયાદ હાલોલ રૂરલ પોલીસ મથકે નોેંધાવવા પામી છે.