હાલોલના ભંગાર રોડ ઉપર સ્ક્રેપ ભંગારની આડમાં હેઝાર્ડ અને કેમીકલનો નિકાલ કરતાં જીપીસીબી બોર્ડ અને પાલિકા તંત્ર દોડતું થયું

હાલોલના પાવાગઢ રોડ તેમજ બાયપાસ રોડ ઉપર મોટા પ્રમાણમાં સ્ક્રેપ અને ભંગારના ગોડાઉન આવેલા છે. આ સ્ક્રેપ ધંધાની આડમાં ઔદ્યોગિક એકમના હેઝાર્ડ અને કેમીકલનુંં પ્રોસેસીંગ કરી તેનું દુષિત પાણી વિશ્ર્વામીત્રના કોતરમાં વહેડાવી દેવામાંં આવતું હોવાનું સામે આવ્યુંં છે. કોતરના પાણીમાં કેમીકલનું દુષીત પાણી વહેતું કરવાને લઈ માછલીઓના મોત તેમજ બળદ પાણી પીવાની મોત થયાની જાણકારી બાદ હાલોલ પાલિકા તંત્ર અને જીપીસીબી બોર્ડના અધિકારીઓ તપાસ માટે સ્થળ ઉપર દોડી આવ્યા હતા.

હાલોલ-પાવાગઢ રોડ તેમજ બાયપાસ રોડ ઉપર ભંગાર સ્ક્રેપના મોટાપ્રમાણમાં ધંધાઓ ધરાવે છે. આ સ્ક્રેપના ધંધાની આડમાં ઔદ્યોગિક એકમોની અનેક કંપનીના વેસ્ટ ઠલવાય છે. હાલોલ અને તેની આસપાસના ઔદ્યોગિક એકમો દ્વારા કં5ની માંથી નિકળતો સ્ક્રેપ અને હેઝર્ડ જે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પ્રમાણિત કરવામાં આવેલ એજન્સી એ જે કંપની સાથે કરાર કર્યો હોય તે મુજબ આવા વેસ્ટ જે તે એજન્સીને આપવાનો હોય છે. નિયત કરેલ એજન્સી પાસે સરકારના ધારાધોરણ મુજબ બાંધકામ અને તેમાં વેસ્ટ સ્ક્રેપ અને ભંંગારનું પ્રોસેસીંંગ કરવાનું યુનિટ ધરાવતું હોવાનું ફરજીયાત છે.

તેમ છતાં હાલોલના અનેક ખાનગી કંપનીઓ માંથી જીપીસીબીના નિયમો અવગણીને સ્ક્રેપના નામે હેઝર્ડ વેસ્ટ જે ગેરકાયદેસર ઉભા થયેલ સ્ક્રેપના ગોડાઉનમાં ઠાલવવામાં આવે છે અને આવા સ્ક્રેપ ગોડાઉન દ્વારા કેમીકલ તેમજ નકામા વેસ્ટને જાંબુડી વિસ્તારમાંં વિશ્વામિત્રીના કોતરમાં ઠાલવી દેવામાં આવે છે. વિશ્વામિત્રી કોતરમાં ઠલવાતા કેમીકલ વેસ્ટને લઈ માછલી તેમજ એક બળદનું મોત થયાની જાણ થતાં પાલિકા તંત્ર અને જીપીસીબી બોર્ડના અધિકારીઓ દોડી આવ્યા હતા.

જીપીસીબીના અધિકારીઓની તપાસ દરમિયાન લકી ટ્રેડર્સ સ્ક્રેપના ગોડાઉનનું બોર્ડ મારી તેમાં કેમીકલ પ્રોસેસ કરવામાં આવી રહ્યું હતું અને આ સ્ક્રેપ ગોડાઉન માંથી કેમીકલના નિકાલ વિશ્વામિત્રી કોતરમાં કરવામાં આવતો હતો. જેને લઈ માછલીઓ તેમજ બળદનું મોત નિપજાવા પામ્યું હતું. પાલિકા અધિકારી દ્વારા સ્ક્રેપ ગોડાઉન માલિક પાસેથી બાંધકામ ધંધાની પરવાનગી, જમીન કાગળો રજુ કરવા સુચન કરવામાંં આવ્યું સાથે એફ.એસ.એલ.ની મદદ લઈ કેમીકલોના સેમ્પલો તેમજ મૃત માછલીઓ અને મૃત બળદના વિસેરા મેળવી કાર્યવાહી હાથ ધરવામાં સ્ક્રેપ ગોડાઉન તાળા માર્યા હતા. આ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા હાલોલના પાવાગઢ રોડના સ્ક્રેપ ગોડાઉનની તપાસ હાથ ધરવામાં આવી છે.